Gujarat
મકાન પર લોન લીધી હોવા છતાં પરપ્રાંતીય મહિલા સાથે સોદો કરી 17.50લાખ પડાવ્યા
By GS TEAM
5 Jul 20251 min read

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં ફ્લેટ ખરીદનાર મહિલા સાથે છેતરપિંડી થતાં તેણે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના રૃપાખેડા ગામે રહેતી સુમિત્રાબેન પરમારે પોલીસને કહ્યું છે કે,મારો પુત્ર વડોદરામાં અભ્યાસ કરી ક્રિકેટ રમતો હોવાથી હાઉસિંગ ડોટ કોમ સાઇટ પરથી ગોત્રીના ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ્સમાં મનોજ પટેલનો સંપર્ક કર્યો હતો.
પરંતુ મનોજભાઇનું મકાન પસંદ નહિ પડતાં તેમણે ઇ ટાવરમાં પાંચમા માળે બીજો ફ્લેટ બતાવ્યો હતો.જેથી આ ફ્લેટના માલિક રોહિત કાનજી ભાઇ રાવલ(નવગર મહોલ્લો, સલાટવાડા) સાથે સોદો કરી રૃ.૧૭.૫૦ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ માલિકે બેન્કની લોન ભરપાઇ નહિ કરતાં અસલ દસ્તાવેજો બેન્ક પાસે છે અને તેને કારણે અમારી સાથે દસ્તાવેજ કરતો નથી કે પૈસા પણ પાછા આપતો નથી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.









