Get The App

કિશનવાડીમાં દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ : ૩૧૭ બોટલ કબજે

ગાજરાવાડીમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
કિશનવાડીમાં દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ : ૩૧૭ બોટલ કબજે 1 - image

 વડોદરા,કિશનવાડી સંતોષી ફળિયામાં મેલડી માતાના મંદિર પાસે રહેતા પુષ્પાબેન રઇજીભાઇ ઠાકોર દારૃનો ધંધો  કરતા હોવાની માહિતીના આધારે પાણીગેટ પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા પુષ્પાબેન મળી આવ્યા હતા. તેઓના ઘરમાંથી પોલીસે દારૃ અને બિયરની  ૩૧૭  બોટલ કિંમત રૃપિયા ૩૧,૭૦૦ કબજે કરી હતી. મહિલા ક્યાંથી દારૃ લાવી હતી, કેટલા સમયથી વેચતી હતી, તે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વારસિયા રોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો

 વડોદરા,

વારસિયા બેન્કર્સ હોસ્પિટલ પાસે ક્રિષ્ણાલીલા સોસાયટીની સામે ક્રિશ ફ્લેટમાં રહેતો સાહિલ નારાયણદાસ કુંદનાનીએ વેચાણ માટે દારૃનો જથ્થો ઘરે રાખ્યો હતો. જે અંગે માહિતી મળતા વારસિયા પોલીસે રેડ કરીને સાહિલને બિયરના ૨૩ ટીન કિંમત રૃપિયા ૨,૮૭૫ સાથે ઝડપી પાડયો હતો. આ બિયરનો  જથ્થો તે ફતેપુરાના મિતેશ ઉર્ફે ચકો તથા આજવારોડના પ્રિન્સ જયસ્વાલ પાસેથી લાવ્યો હોવાનું કબૂલ કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.



 વડોદરા,

ગાજરાવાડી ઇદગાહ મેદાનની સામે હનુમાન  ટેકરીમાં જીગો ઠાકોર વિદેશી દારૃનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની માહિતીના આધારે વાડી  પોલીસે રેડ કરતા જગદીશ ઉર્ફે જીગો હરગોવિંદભાઇ ઠાકોર (રહે. ગાજરાવાડી, વચલું ફળિયું) મળી આવ્યો હતો. તેની પાસેથી  પોલીસે દારૃની ૩૯ બોટલ કિંમત રૃપિયા ૪,૯૦૦ ની  કબજે કરી છે.

Tags :