Get The App

કિશનવાડીમાં વિદેશી દારૃ વેચતી મહિલા ઝડપાઇ

દારૃની બોટલો થેલામાં લઇને જતો આરોપી પકડાયો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
કિશનવાડીમાં વિદેશી દારૃ વેચતી મહિલા ઝડપાઇ 1 - image

વડોદરા,કિશનવાડીમાં ઘર પાસે વિદેશી દારૃ વેચતી મહિલાને પાણીગેટ  પોલીસે ઝડપી પાડી દારૃની ૨૪ બોટલ કબજે કરી છે.

પાણીગેટ પોલીસે કિશનવાડી ઝંડા ચોક જય અંબે ફળિયામાં દારૃ વેચતી નિરૃબેન સંજયભાઇ કહારને ઝડપી પાડી  હતી. પોલીસે તેની પાસેથી દારૃની ૨૪ બોટલ કબજે કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન  કિશનવાડી કબીર ચોક પાસે પહોંચતા એક વ્યક્તિ હાથમાં થેલો લઇને જતા દેખાતા પોલીસને તેના પર શંકા થઇ હતી. તેને ઉભો રાખી  ચેક કરતા તેની  પાસેથી દારૃની ૩૧ બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી ભાવેશ હરિહરભાઇ કહાર (રહે. કબીર ચોક, કિશનવાડી)ની સામે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

Tags :