Gujarat

મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો

By GS TEAM
20 Dec 20251 min read
મકાનની માલિકીના  વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો

 વડોદરા, મકરપુરા જશોદા કોલોની નજીક મકાનના  વિવાદ બાબતે ઝઘડો થતા આરોપીઓ મહિલાના માથામાં હથોડી મારી દીધી હતી.

મકરપુરા જશોદા  કોલોની દશામાતાના મંદિરની બાજુમાં રહેતા વિમલેશબેન ધર્મેન્દ્રભાઇ યાદવે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, અમારા ઘરથી થોડે દૂર મારા સસરા દયારામ યાદવનું ઘર આવેલું છે. તેની માલિકી બાબતે અમારે અમારા અન્ય સંબંધીઓ સુરેન્દ્ર સીતારામભાઇ યાદવ સાથે વિવાદ ચાલી  રહ્યો છે.  આ મકાનની માલિકી સાબિત ના થાય ત્યાં સુધી કોઇએ ખોલવું નહીં તેવી સમજૂતી અમારા વચ્ચે થઇ હતી. તેમછતાં આજે બપોરે સુરેન્દ્ર યાદવ, તેની પત્ની રેણુ તથા અન્ય અમારા સસરાના મકાનનું તાળું હથોડીથી તોડતા  હતા. હું તેનો વીડિયો ઉતારતી હોઇ  તેઓએ મારી સાથે ઝઘડો કર્યો હતો. સુરેન્દ્ર યાદવે મારા માથામાં હથોડી મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું.ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.