અમરેલી જિલ્લામાં મારામારીના બે બનાવ
બરવાળા બાવીસી ગામે નાણાકીય લેતી-દેતીમાં મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર છતડીયા ગામે રહેતા ઉમાબેન કનુભાઇ ખુમાણ (ઉ.વ. ૩૦)ને તેમના સસરા બદરૂભાઇ ઓઘડભાઇ ખુમાણ વચ્ચે મિલકત બાબતે બોલાચાલી થઈ હતી. તને અમારી સંપત્તિમાં કોઈ ભાગ આપવો નથી અને જો પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ. એમ કહી સસરાએ હોકી વડે ઉમાબેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઉમાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા ચાર ટાંકા આવ્યા હતા, જ્યારે જમણા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.આ ઉપરાંત પરિણીતાના પતિ કનુભાઇ બદરૂભાઇ પણ તેને અવારનવાર ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. વધુમાં, સાવરકુંડલાના ભાકરવા ગામે રહેતા મંસાબેન પ્રતાપભાઇએ લગ્ન પ્રસંગે લીધેલા ઘરેણાંના પૈસા પરત ન આપવા પડે તે માટે પતિ અને સસરાને ચડામણી કરી ઝઘડો કરાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રાજુલા પોલીસે આ મામલે ઉમાબેનની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી ઘટનામાં બરવાળા બાવીસી ગામે નાણાકીય લેતી દેતીના બનાવમાં ગીરધરભાઈ બાલુભાઈ બાવીસી સાથે બોલાચાલી કરી ઉમેદભાઈ ઊર્ફે નિર્મળભાઈ દેવકુભાઈ જેબલીયાએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ થઈ છે.


