Gujarat

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ

By GS TEAM
22 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રીને માર મારી ઇજા પહોંચવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપી ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રીને માર મારી ઇજા પહોંચવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપી ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે.

જામનગરના પંચકોશી “એ” ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી નીતુબેન વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.40), રહે. હાપા જવાહરનગર-1 દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.12/04/2026ના બપોરે તેઓ પોતાના મકાન બહાર બેઠેલા હતા ત્યારે પાડૉશમાં રહેતો આરોપી મુકેશ ગોહીલ મોબાઇલમાં અશ્લીલ ગાળો બોલતો હતો. તેને ગાળો ન બોલવા કહેતાં મુકેશ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી ઝઘડો કર્યો અને ફરિયાદીના ડાબા હાથની ટચલી આંગળીમાં બટકું ભરી ઇજા પહોંચાડી, જેમાં 6થી 7 ટાંકા લેવા પડ્યા હતા.

ફરિયાદી નિતુબેનને બચાવવા તેમના ભાઈ ભાવેશભાઈ અને માતા રામીબેન વચ્ચે પડતાં આરોપી મુકેશના અન્ય ભાઈઓ કૌશિક ઉર્ફે કાળુ ગોહીલ અને બીપીન ગરોડા પણ સ્થળ પર આવી જોડાયા હતા. આ દરમિયાન કૌશિકે છરી જેવા હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફરિયાદીની માતા રામીબેનને હાથમાં ઇજા પહોંચી હતી. આ બનાવ દરમિયાન આરોપીઓએ જાહેરનામા મુજબ હથિયાર પર પ્રતિબંધ હોવા છતાં તેનો ભંગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.