Gujarat

'નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..', ત્રાસ આપનારા સાસરિયાં સામે પરિણીતાની પોલીસ ફરિયાદ

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક સુખી સંપન્ન મુસ્લિમ પરિવારની 29 વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પ્લોટ પચાવી પાડવા માટે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત, નમાજ પઢતી વખતે પણ નણંદ દ્વારા અપમાનિત કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..', ત્રાસ આપનારા સાસરિયાં સામે પરિણીતાની પોલીસ ફરિયાદ

Domestic Harassment Case In Ahmedabad: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક સુખી સંપન્ન મુસ્લિમ પરિવારની 29 વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પ્લોટ પચાવી પાડવા માટે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત, નમાજ પઢતી વખતે પણ નણંદ દ્વારા અપમાનિત કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. 

પ્લોટ હડપવા રચાયું કાવતરું!

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં જામનગર ખાતે લગ્ન કરનાર આ પીડિત યુવતીના પિતા પાસે તેની સાસુએ પ્લોટની માંગણી કરી હતી. દીકરીના સુખ માટે પિતાએ પ્લોટ અપાવ્યો હતો. જોકે, સાસુએ "આ બધું તારું જ છે" તેમ કહી વિશ્વાસમાં લઈ આ પ્લોટ ચલાકીથી પોતાના દીકરા (યુવતીના પતિ)ના નામે કરાવી દીધો હતો. જ્યારે યુવતીના પિતાએ આ અંગે પૃચ્છા કરી, ત્યારે સાસુએ "પત્નીની મિલકત એ પતિની જ ગણાય" તેવો ઉડાઉ જવાબ આપી મિલકત પચાવી પાડી હતી.

નમાજ પઢતી વખતે અત્યાચાર 

યુવતીએ ફરિયાદમાં સાસરિયાઓના અત્યાચારની ભયાનક ગાથા વર્ણવી છે, યુવતી જ્યારે નમાજ પઢવા બેસતી ત્યારે તેની નણંદ તેને લાત મારીને ઊભી કરી દેતી અને બળજબરીથી ઘરકામ કરાવતી હતી. જ્યારે પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો અને પત્નીની હાજરીમાં જ અન્ય સ્ત્રીઓ સાથેના પોતાના સંબંધોની વાતો કરતો હતો. સાસુને પણ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાનો અને પતિ તે પુરુષને પિતા સમાન ગણતો હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. જ્યારે દીકરીના જન્મ બાદ સાસરિયાઓએ ત્રાસ વધાર્યો ત્યારે પીડિત યુવતીને ખબર પડી કે આ તેના પતિના બીજા લગ્ન હતા.

આ પણ વાંચો: ગુજરાતનું 'ચિપકો આંદોલન': છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ

અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી

અત્યાચારની હદ ત્યારે વટાવી જ્યારે સાસરિયાઓએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધી હતી. અંતે તેને અડધી રાત્રે ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. યુવતીએ જ્યારે કાયદેસરની કાર્યવાહીની વાત કરી, ત્યારે પતિએ વિદેશ ભાગી જવાની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં પિયર પરત ફરેલી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી અને ત્યાંથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્શફર કરાઈ છે. પોલીસે યુવતીના પતિ, સાસુ અને નણંદ સહિત કુલ ચાર શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.