Get The App

વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના: ધડાકાથી ડરીને બેભાન થયેલી મહિલા હોસ્પિટલમાં દાખલ

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના: ધડાકાથી ડરીને બેભાન થયેલી મહિલા હોસ્પિટલમાં દાખલ 1 - image

Baroda: દિવાળીના તહેવાર પૂર્વે જ વડોદરા શહેરમાં ફટાકડાના કારણે ઇજા થવાના છ જેટલા બનાવો સામે આવ્યા છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોની સંખ્યા વધુ છે. જ્યારે એક મહિલા ફટાકડાના અવાજથી ડરી જઈને બેભાન થતાં તેમને પણ સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર છાયાપુરીની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા નાહીદા સેહરાજખાન પઠાણ (ઉં.વ. 42) ગત 23મી તારીખે રાતે પોણા નવ વાગ્યે ફટાકડાના અવાજથી ડરીને બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. 

તરસાલી વિસ્તારમાં રહેતા 7 વર્ષના બાળકને ગત 23મી તારીખે બપોરે દોઢ વાગ્યે ફટાકડાના કારણે ચહેરા પર દાઝી જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આજવા રોડ વિસ્તારના 15 વર્ષના કિશોરને ગત 23મી તારીખે રાતે આઠ વાગ્યે ફટાકડા ફોડતી વખતે બંને હાથે દાઝી જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

માંજલપુર વિસ્તારમાં રહેતા 8 વર્ષના બાળકને ફટાકડા ફોડતા સમયે સૂતળી બોમ્બ ફાટતા જમણા હાથે ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

વારસિયા વિસ્તારના 12 વર્ષના બાળકને ગત 21મી તારીખે રાતે 11 વાગ્યે ફટાકડા ફોડતી વખતે ચહેરા તથા હાથ પર દાઝી જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

નવાયાર્ડ લોકોશેડમાં રહેતા 10 વર્ષના બાળકને 22મી તારીખે સાંજે પાંચ વાગ્યે ફટાકડા ફોડતા સમયે બંને હાથ પર દાઝી જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવો દર્શાવે છે કે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, જેથી અકસ્માતો ટાળી શકાય અને તહેવારનો આનંદ માણી શકાય.