Gujarat

બાપોદ તળાવના કિનારે મૃત હાલતમાં ભૂ્રણ ત્યજી મહિલા ફરાર

By GS TEAM
7 Aug 20251 min read
બાપોદ તળાવના કિનારે મૃત  હાલતમાં ભૂ્રણ ત્યજી મહિલા ફરાર

 વડોદરા,બાપોદ તળાવ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં મૃત હાલતમાં ભૂ્રણ છોડીને જતી રહેનાર મહિલાની સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી છે.

આજવા રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા મહેશભાઇ હેમંતભાઇ સોલંકી કોર્પોરેશનના વોર્ડ - ૫ માં બાપોદ તળાવ ખાતે સફાઇ સેવક તરીકે નોકરી કરે છે. આજે બપોરે સાડા બાર વાગ્યે બાપોદ તળાવ ખાતે સફાઇ કામ કરવા આવેલા મજૂરોના લેબર કોન્ટ્રાક્ટર ઉમેશ પવારે ફોન કરીને મહેશભાઇને જણાવ્યું હતું કે, વાઘોડિયા આજવા રિંગ રોડ રિલાયન્સ ફ્રેશની  ગલીમાં ત્રણ થી ચાર  મહિનાનું એક ભૂ્રણ મૃત હાલતમાં છે. મહેશભાઇએ સ્થળ પર જઇને તપાસ કરતા પ્લાસ્ટિકની એક કોથળીમાં  ભૂ્રણ હતું. આ અંગે મહેશભાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો દાખલ કરી ભૂ્રણ મૃત હાલતમાં તરછોડીને જતી રહેનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. પોલીસે નજીકમાં ફિટ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.