Gujarat

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 8 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે હુમલો : માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા

By GS TEAM
28 Jan 20261 min read
TukuTouch Logo
હુમલાખોર આરોપી ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 8 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે હુમલો : માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા

Jamnagar Crime : જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં તલવાર વડે હુમલો થયો છે. હમજા યુસુફભાઈ માડકીયા નામના એક શખ્સે તેના માથા ઉપર તલવારનો ઘા જીકી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી આઠ વર્ષ પહેલા બર્ધન ચોક વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે બનાવમાં ઇજાગ્રસ્ત યુવાન સાક્ષી તરીકે હતો, અને હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનું મનદુઃખ રાખીને આરોપી હમજા માડકિયા દ્વારા હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ હુમલાખોર આરોપી ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.