Get The App

અમદાવાદ મ્યુનિસિપલ હદમાં પાલતુ કૂતરાં રાખવા આજથી પ્રતિ કૂતરાં રુપિયા ૫૦૦ રજિસ્ટ્રેશન ચાર્જ

૩૧ મે સુધીમાં શહેરમાંથી ૧૫હજારથી વધુ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાયુ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News

    અમદાવાદ મ્યુનિસિપલ હદમાં પાલતુ કૂતરાં રાખવા આજથી  પ્રતિ કૂતરાં રુપિયા ૫૦૦ રજિસ્ટ્રેશન ચાર્જ 1 - image   

 અમદાવાદ,શનિવાર,31 મે,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં પાલતુ કૂતરાં રાખવા માટે આજથી પ્રતિ કૂતરાં રજિસ્ટ્રેશન ચાર્જ રુપિયા ૫૦૦ કરાયો છે. અગાઉ પ્રતિ કૂતરાં રુપિયા ૨૦૦ રજિસ્ટ્રેશન ચાર્જ નકકી કરાયો હતો. ૩૧ મે સુધીમાં શહેરમાંથી કુલ ૧૫૫૦૪ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન ૧૩૬૭૭ માલિકોએ કરાવ્યુ હતુ.

નેશનલ એકશન પ્લાન અને રેબીસ ફ્રી અમદાવાદ સીટીની ગાઈડલાઈન અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી શહેરમા પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયુ હતુ.૩૧ મે સુધી રજિસ્ટ્રેશન કરાવનારા પેટ ડોગ ઓનર્સ માટે પ્રતિ કૂતરાં રુપિયા ૨૦૦ રજિસ્ટ્રેશન ચાર્જ ચુકવવાનો થતો હતો.૧ જુનથી ૩૦ જુન સુધી પાલતુ કૂતરા રાખનારા માલિકોએ રુપિયા ૫૦૦ ચાર્જ ભરી રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે. પાલતુ કૂતરાના ફોટા ઉપરાંત તેને રાખવાના સ્થળનો ફોટો તેમજ રજિસ્ટર વેટરનરી ડોકટર દ્વારા પેટ ડોગને આપવામા આવેલ વેકિસનનુ કાર્ડ તેમજ અરજદારે તેનુ આધારકાર્ડ, ટેકસઅને લાઈટ બિલ સહિતના પુરાવા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

Tags :