Get The App

મેડિકલ અભ્યાસ ક્રમમાં કરાયેલો ફી વધારો પરત ખેંચો

૧૦ થી ૧૨ ટકાનો વધારો અસાધારણ હોવાનું જણાવી સરકારમાં રજૂઆત

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News

 મેડિકલ અભ્યાસ ક્રમમાં  કરાયેલો ફી વધારો પરત ખેંચો 1 - imageવડોદરા,એમ.બી.બી.એસ. અને પી.જી. કોર્સમાં કરાયેલો ફી વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરાઇ છે. 

આઇ.એમ.એ. દ્વારા સરકારમાં રજૂઆત કરાઇ છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા એમ.બી.બી.એસ., એમ.ડી., એમ.એસ.ની બેઠકો માટે વર્ષ ૨૦૨૫ - ૨૦૨૬ તથા ૨૦૨૬ - ૨૦૨૭  માટે  સરકારી, સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ૧૦ થી ૧૨  ટકાનો આ વધારો અસાધારણ હોવાનું જણાવી આ વિષય વાલીઓ માટે ચિંતાજનક છે. આ ફી વધારાના કારણે ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણથી વંચિત રહી જશે.

Tags :