Get The App

ચૂંટણી નજીક આવતા રાજકોટ જિલ્લા પંચાયતમાં કામની ઉતાવળ થઈ

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
ચૂંટણી નજીક આવતા રાજકોટ જિલ્લા પંચાયતમાં કામની ઉતાવળ થઈ 1 - image

રાજકોટ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

 અત્યાસુધીમાં અનેક વિકાસ અને લોકઉપયોગી કર્યો પડતર પડ્યા રહ્યા પછી હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે રાજકોટ જિલ્લા પંચાયતમાં કામગીરી કરવાની ઉતાવળ શરૂ થઈ છે. આજે એજન્સીઓને કડક સૂચનાઓ મહાપાલિકા પછી જિલ્લા પંચાયતમાં આવી સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ ભૂપતભાઈ બોદરની અધ્યક્ષસ્થાને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન અતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ મીટીગ યોજાયેલ જેમાં આ કલસ્ટરને લગતા તમામ અધિકારી અને એજન્સીઓના વ્યક્તિઓ હાજર રહેલ જેમને પ્રમુખે  અને જીલ્લા વિકાસ અધિકારીએ કડક શબ્દોમાં સુચના આપેલ અને તાકીદે ઘટતા કામો પૂર્ણ કરવાની સુચના આપી હતી. તેમજ બાકી રહેતી 15 કરોડની રકમના તત્કાલ આયોજન કરવા તલાટીમંત્રીશ્રીને સુચના આપી હતી. તેમજ તમામ સરપંચો સાથે ચર્ચા કરી આવતા દિવસોમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આટકોટ કલસ્ટરમાં આવતા 5 (પાંચ) આટકોટ, વીરનગર, જંગવડ, પાંચવડા, ખારચિયા ગામોને પુરતી સવલત અને રોજગારી મળી રહે એવી આજરોજ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી.