પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે
દસ હજાર ચોરસમીટરથી વધુ જગ્યામાં દોઢ વર્ષના સમયમાં મિની સ્પોટર્સ કોમ્પલેકસ તૈયાર થશે
અમદાવાદ,શનિવાર,9 ઓગસ્ટ,2025
અમદાવાદ પૂર્વમાં આવેલા નિકોલ વોર્ડમાં રુપિયા ૩૦ કરોડના
ખર્ચે પિકલ બોલ કોર્ટ સહીત અન્ય રમતો માટે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે.દસ હજાર
ચોરસ મીટરથી વધુ જગ્યામાં કોન્ટ્રાકટર સાક્ષી બિલ્ડકોન દ્વારા દોઢ વર્ષમાં આ મિની
સ્પોટર્સ કોમ્પલેકસ તૈયાર કરાશે.
નિકોલ વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ.નંબર-૧૦૧ના ફાઈનલ પ્લોટ
નંબર-૦૪ સંગાથ તળાવ પાસે આવેલા પ્લોટમાં સ્વિમિંગપુલ,જીમ સહીત આધુનિક
સુવિધા સાથે બનનારા મિની સ્પોટર્સ
કોમ્પલેકસમાં લેન્ડ સ્કેપિંગ ઉપરાંત બે પિકલબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ
ઉપરાંત યુટીલીટી બિલ્ડિંગ બનાવામા આવશે. આ ઉપરાંત બાળકો માટે ટેનસાઈલ કેનોપી
સાથેનો પૂલ બનશે.૫૦ મીટર બાય ૨૫ મીટરનો એક વધુ સ્વિમિંગ પૂલ બનાવાશે.આઉટડોર સિટીંગ
સાથે ફુડ કોર્ટ તૈયાર કરાશે.૩૯ ફોર વ્હીલર તથા ૭૩ ટુ વ્હીલર પાર્ક કરવા પાર્કીંગ
બનાવાશે.સ્પોર્ટસ કોમ્પલેકસ બિલ્ડિંગમાં ચાર મલ્ટિ પર્પઝ હોલ ઉપરાંત ટેબલ ટેનિસ, સ્કવોશ કોર્ટ, જીમ તથા એડમિન
એરિયા તૈયાર કરાશે.જેમાં મેડિકલ રુમ તેમજ જયુસ બાર સહીતની અન્ય સગવડ ઉપલબ્ધ
કરાવાશે.