Gujarat

અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

By GS TEAM
21 Aug 20251 min read
અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું


દંપતીના ઝઘડામાં બાળકનું ભવિષ્ય જોખમાયું હતું. મહિલાએ અભયમની મદદ મેળવતા અભયમની ટીમે મહિલાના પતિનું કાઉન્સિલિંગ કરી માતાનું બાળકી સાથે પુનઃ મિલન કરાવી ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો.

પીડિતાબેને 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને કહ્યું હતું કે, મારે દોઢ વર્ષનું બાળકી છે, પતિ અને સાસુ બાળકી લઈ લીધેલ હોય  મને આપતા નથી. જેથી તાત્કાલિક ટીમ પીડિતાના સાસરે પહોંચી હતી. પીડિતા બેન તેના પતિ સાથે 6 વર્ષથી લગ્ન સંસારમાં રહેલા પરંતુ અંગત કારણોસર અને ઝગડાઓ થતા બંનેએ છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દોઢ વર્ષની બાળકી માતા વગર રહેતું ના હોય એવા સંજોગોમાં પતિએ પત્ની પાસેથી તેને છીનવી લઈ એવું કહ્યું કે, હવે હું બાળક નહિ આપુ. અસહાય પીડિતાનું જીવન બાળક વગર નિર્થક હતું. જેથી મહિલા અભયમ ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે બાળક નાનું હોવાથી તેનો કબજો માતા પાસે હોવો જોઈએ. બાળક માતા, પિતા વગર નહિ રહેવું જોઈએ. પતિ, પત્નીને સૂચન કરતા પતિએ ભૂલ સ્વકારી અને પીડિતાને જોડે રહેવાનું જણાવ્યું હતું. જેથી માતા, પિતા અને બાળકનું સુખદ પુનઃ મિલન થયું હતું.