Get The App

ભુજમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ

- માંડવીમાં પોણો ઈંચ વરસાદ : જિલ્લામાં હળવા ભારે ઝાપટા

- માર્ગો પર રાબેતા મુજબ પાણી ભરાતા રાહદારી-વાહન ચાલકો પરેશાન, મોટાબંધ અને નાના બંધ હમીરસરને નિહાળવા શહેરીજનો ઉમટયા

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
ભુજમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ 1 - image

ભુજ,શુક્રવાર

કચ્છમાં છેલ્લા છ-સાત દિવસાથી મેઘાવી માહોલ જામ્યો છે. ભુજમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર અઢી ઈંચાથી વધુ વરસાદ વરસી પડયો હતો. શહેરના માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યા હતા. વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. માંડવીમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક સૃથળોએ હળવા ઝાપટા વરસ્યા વરસી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં કેટલાક સૃથળોએ થંડર સાવરની અસર તળે સમયાંતરે હળવાથી ભારે ઝાપટા વરસતા રહેશે. ભુજની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એકાથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા માથક ભુજમાં છેલ્લા બે-ત્રણ દિવસાથી ઝરમરીયા હળવા-ઝાપટા વરસી રહ્યા છે. શહેરમાં સવારાથી ધીમી ધારે તો ક્યારેક ભારે ઝાપટા વરસ્યા હતા. બપોરે બાર વાગ્યાની આસપાસ આકાશમાં કાળાડિંબાગ વાદળો ઉતરી આવ્યા હતા. ધીમી ધારે શરૃ થયેલા વરસાદે ગતિ પકડતા વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ વાગ્યા સુાધીમાં બે ઈંચાથી વધુ ધોધમાર વરસાદ વરસી પડયો હતો. જિલ્લા કંટ્રોલ રૃમમાંથી પ્રાપ્ત આંકડા મુજબ સવારે પ મી.મી. અને બપોરે ૧રાથી ર દરમિયાન પપ મી.મી. વરસાદ વરસ્યો હતો.

ભૂકંપ બાદ નવા વિશાળ માર્ગો લાખો રૃપિયાના ખર્ચે બન્યા પરંતુ રાબેતામુજબ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રાથી આઈયાનગર સર્કલ તરફ જતો માર્ગ, જી.કે.જનરલ હોસ્પિટલ પાસે, જ્યુબિલી ગ્રાઉન્ડ, જિલ્લા ન્યાયાલય પાસે, ડીવાયએસપી ક્વાટર્સાથી એનસીસી કચેરી, ઘનશ્યામનગર, જુના બસ સ્ટેશન વિસ્તાર વાણીયાવાડ, મહેરઅલી ચોક, વોકળા ફળીયો, સ્ટેશન રોડ, રામધૂન, સંસ્કારનગર સહિતના અનેક વિસ્તરોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમ છતાં સારા વરસાદાથી શહેરીજનો ખુશ થઈ ગયા હતા. સાંજના સમયે મોટા બંધ તેમજ નાના બંધ હમીરસર તળાવને જોવા મળે લોકો ઉમટી પડયા હતા. હમીરસર તળાવના કાંઠે ધંધાર્થીઓની  લારી પર લોકોની ભીડ ઉમટી હતી.

ભુજની આસપાસના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ પડયો હતો. માધાપર, કુકમા, મીરઝાપર, સુખપર, માનકુવા, નારાણપર, બળદીયા, મોટા રેહા સહિના ગ્રામ્ય વિસ્તારોમાં એકાથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

માંડવીમાં સવારાથી સાંજ છ સુાધીમાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. ગઢશીશામાં જોરદાર ઝાપટુ વરસ્યું હતું. આણંદપર(યક્ષ) ગામે સવારને સાડા અગીયાર વાગ્યે ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. વાડી ખેતરોમાં પાણી ભરાયા હતા. 

ભુજમાં મોબાઈલ ટાવર પર વીજળી ત્રાટકી

ભુજમાં સવારાથી વરસી રહેલા હળવા ઝાપટા બાદ બપોરે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. ભારે વરસાદની વચ્ચે શહેરના સરપટ ગેટ વિસ્તારમાં આવેલ નાગનાથ મહાદેવ મંદિરની પાસેના મોબાઈલ ટાવર પર વીજળી ત્રાટકી હતી જેાથી દિવાલ ધરાશાયી થઈ હતી. મોબાઈલ ટાવરના ફાઉન્ડેશનને પણ નુકશાન થયું હતું. ગાજવીજ ચાલુ રહેતા લોકોમાં ભય ફેલાયો હતો.

Tags :