24 વર્ષની પરિણીતા સાથે નણંદે પુરુષની જેમ બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
સાસરીયાંને વાત કરી તો કહેવાયું, અમારું ઘર નાનું છે, તારા પિયરથી રૂ.3 લાખ લાવ તો તને અને તારા પતિને અલગ રાખીશું
- સાસરીયાંને વાત કરી તો કહેવાયું, અમારું ઘર નાનું છે, તારા પિયરથી રૂ.3 લાખ લાવ તો તને અને તારા પતિને અલગ રાખીશું
સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં સંયુક્ત કુટુંબમાં પરણેલી 24 વર્ષની યુવતી સાથે લગ્નના બે મહિના બાદ તેની નણંદે પુરુષની જેમ બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પરિણીતાએ આ અંગે સાસરીયાંઓને વાત કરી તો તેમણે કહ્યું હતું કે તેના પર કોઈ પુરુષ માણસ હાવી થાય છે, અમારું ઘર નાનું છે, તારા પિયરથી રૂ.3 લાખ લાવ તો તને અને તારા પતિને અલગ રાખીશું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના લીંબાયત વિસ્તારમાં પિયરમાં રહેતી 24 વર્ષીય સલમા ( નામ બદલ્યું છે ) ના લગ્ન ઘર નજીક જ રહેતા આકીબ સાથે ગત 14 ફેબ્રુઆરી 2021 ના રોજ થયા હતા. લગ્ન બાદ સલમા પતિ, ત્રણ દિયર, સાસુ, બે નણંદ, એક નણદોઈ અને તેમના બે બાળકો સાથેના સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. લગ્નના અઠવાડીયા બાદ નણંદ તહેસીન તેને બાહોમાં જકડી કીસ કરતી અને અડપલાં પણ કરતી હતી. આ અંગે તેણે પતિ અને સાસુને વાત કરતા તેમણે તે અંગે ધ્યાન આપ્યું નહોતું. બે મહિના બાદ રમજાન માસમાં તેની સાસુ બનારસ ગયા હતા અને મોટી નણંદ બહાર ગઈ હતી. રમજાનને લીધે તેનો પતિ અને દિયર નમાઝ પઢવા ગયા હતા અને ઘરે કોઈ નહોતું.તે સમયે તહેસીન તેની પાસે આવી હતી અને જકડીને અંદરના રૂમમાં લઈ ગઈ હતી.
રૂમમાં તહેસીન પુરુષની જેમ વર્તન કરવા લાગી હતી અને સલમાને નિઃવસ્ત્ર કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ( અકુદરતી સેક્સ ) કર્યું હતું. સલમાએ તેને દૂર કરવા પ્રયાસ કર્યો તો તહેસીને ધમકી આપી હતી કે તુજે જાન સે માર દૂંગી. આ બનાવ બાદ સલમાએ પતિ અને મોટી નણંદને વાત કરતા તેમણે કહ્યું હતું કે તેના પર કોઈ પુરુષ માણસ હાવી થાય છે. જો તું આ વાત બહાર કોઈને કહેશે તો તને તલ્લાક આપી દઈશું. બે દિવસ બાદ ફરી તહેસીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ગભરાયેલી સલમાએ સાસરીયાઓને વાત કરી તો તેમણે અમારું ઘર નાનું છે, તારા પિયરથી રૂ.3 લાખ લાવ તો તને અને તારા પતિને અલગ રાખીશું તેવી વાત કરી હતી.
સલમા પિયરથી પૈસા લાવી નહીં શકતા તેને સાસરીયાઓએ ગત 16 મે ના રોજ કાઢી મૂકી હતી. 11 માસથી પિયરમાં રહેતી સલમાએ છેવટે નણંદ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની અને પતિ, સાસુ અને નણદોઈ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.