ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ
શિફટ જેટલી ચાલે એટલો ખર્ચ ચૂકવાતો હતો, હવે કોર્પોરેશન મશીન ખરીદશે,ટેન્ડર બહાર પાડીને ભાડે ચલાવવા આપશે
અમદાવાદ,શુક્રવાર,8
ઓગસ્ટ,2025
અમદાવાદમાં આવેલી
ડ્રેનેજલાઈનોને ડિસિલ્ટીંગ કરવા સાત વર્ષમાં ઓપરેશન અને મેઈન્ટેનન્સ, ભાડા પેટે રુપિયા
૫૦ કરોડ ચૂકવવાના હતા. શિફટ જેટલી ચાલે એટલો ખર્ચ ચૂકવાતો હતો.હવે મ્યુનિસિપલ
કોર્પોરેશન મશીન ખરીદશે. ટેન્ડર બહાર પાડીને ભાડે ચલાવવા આપશે.
પાણી સમિતિની બેઠકમાં એક વિવાદીત દરખાસ્ત રદ કરવાનો નિર્ણય
કરાયો હતો.કોર્પોરેશન દ્વારા રુપિયા ૫૦.૧૮ કરોડના ખર્ચે ત્રણ જેટીંગ કમ સકશન
રીસાયકલર મશીનોની ખરીદી અને તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવા
દરખાસ્ત મુકાઈ હતી.જેને રદ કરાઈ હતી. આ પહેલા વર્ષ-૨૦૨૨માં કોર્પોરેશન દ્વારા ચાર
જેટીંગ કમ સકશન રીસાયકલર મશીનોના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ અપાયો
હતો.જેની પાછળ રુપિયા ૫૦ કરોડથી વધુ ખર્ચ કરવાનુ મંજુર કરાયુ હતુ.વર્ષ-૨૦૨૨માં
કોર્પોરેશને ચાર રીસાયકલર મશીન ખરીદ કર્યા હતા.જયારે શુક્રવારે મળેલી સમિતિની
બેઠકમા વધુ ત્રણ નંગ મશીન ખરીદી તેને સાત
વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે આપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.આ
દરખાસ્ત રદ કરવાને લઈ સમિતિના ચેરમેન
દીલીપ બગરીયાએ કહયુ, રીસાયકલર
મશીન કોર્પોરેશન પોતે ખરીદે તો ઓપરેશન અને મેઈન્ટેનન્સના ખર્ચમાં ઘટાડો થઈ
શકે.દરખાસ્તમાં રજુ કરાયેલી ઓપરેશન અને મેઈન્ટેનન્સની રકમ ઘણી વધુ હોવાની તેમણે
દલીલ કરી હતી.ત્રણ વર્ષમાં કોર્પોરેશને ડ્રેનેજ ડિસિલ્ટીંગ કામગીરી માટે એજન્સીને
કેટલી રકમ ચૂકવી તે અંગે તેઓ માહીતી આપી શકયા નહોતા.
નવ વર્ષમાં ડ્રેનેજ ડિસિલ્ટીંગ પાછળ રૃપિયા ૨૭૪ કરોડનો ખર્ચ
કરાયો
અમદાવાદમાં ડ્રેનેજલાઈનો બ્લોક થવાની અને ગટરલાઈનોમાંથી
સુએજના પાણી બેક મારવાની સમસ્યા વધી છે.બીજી તરફ કોર્પોરેશન દ્વારા છેલ્લા નવ
વર્ષમાં જેટીંગ મશીનોથી ડ્રેનેજલાઈન ડિસિલ્ટીંગ કરાવવા તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સ પાછળ રુપિયા ૨૭૪
કરોડનો ખર્ચ કરાયો છે.વર્ષ-૨૦૧૬-૧૭માં ડ્રેનેજલાઈનો જેટીંગ મશીનોથી ડિસિલ્ટીંગ
કરાવવા રુપિયા ૧૯.૨૪ કરોડનો ખર્ચ કરાયો હતો.વર્ષ-૨૦૨૩-૨૪માં આ ખર્ચ વધીને રુપિયા
૪૮.૮૮ કરોડ થઈ ગયો છે.વર્ષ-૨૦૨૪-૨૫માં ડિસેમ્બર-૨૪ સુધીમાં કોર્પોરેશને
ડ્રેનેજલાઈનોના ડિસિલ્ટીંગ પાછળ રુપિયા ૪૩.૪૨ કરોડનો ખર્ચ કર્યો હતો.
કોર્પોરેશનના પોતાના કેટલા મશીન
-૨૦ સુપર
સકર મશીન,૧૨
હાઈફલો જેટીંગ મશીન, ૬ આઈસર
માઉન્ટેડ જેટીંગ મશીન, ૪
રીસાયકલર મશીન, ૬ જેટીંગ
કમ સકશન મશીન, ૧૨ મીની
જેટીંગ મશીન કમ રોડીંગ મશીન.આ તમામ મશીનો ઝોનદીઠ કામગીરી કરે છે.જેનુ ઓપરેશન અને
મેઈન્ટેનન્સ ખર્ચ પણ ઝોનકક્ષાએથી ચૂકવવામા આવે છે.