વડોદરાના કરજણની ટેકનો ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ. 8.94 લાખના વાયરની ચોરી
Vadodara : કરજણના ટેકનો ઇન્ડસ્ટ્રીઝમાંથી 430 મીટરના રૂપિયા 8,94,325 કિમતના અર્થિગના કોપર કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ગામના અને હાલ દશરથ ફર્ટીલાઇઝર ગેટ સામે રહેતા 30 વર્ષના યશ શ્રીકાંત ગાંધીએ કરજણ પોલીસમાં જણાવ્યું હતું કે તેઓ રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે.
કરજણ જુના બજાર ટેકનો ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં આવેલી ન્યુ શિવ શક્તિ હોટલની સામેના ભાગમાં કંપનીના 430 મીટરના કોપરના અર્થીંગ કેબલ 18મી ડિસેમ્બર 2024ના બપોરે 4:00 વાગ્યાથી 25 માર્ચના બપોરે 12 દરમિયાન કોઈપણ સમયે કોઈ વ્યક્તિ ચોરી કરીને ઉઠાવી ગયું હતું. તેથી ફરિયાદ નોંધાવી હતી.