વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર
દિલ્હી ડેઇલી અને ચેન્નાઈ વિકલી નવી ફ્લાઇટ મળી

શહેરના હરણી ખાતે આવેલ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતીકાલથી વિન્ટર શિડ્યુઅલ અમલમાં આવશે. નવા સમયપત્રક મુજબ કેટલીક ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાયો છે, જ્યારે કેટલીક વિકલી ફ્લાઇટ હવે દૈનિક ચલાવવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, નવા શિડ્યુઅલ મુજબ હવે વડોદરાથી રોજ 15 ફ્લાઇટની મૂવમેન્ટ રહેશે, જ્યારે અત્યાર સુધી રોજની 10થી 11 ફ્લાઇટ હતી. દિલ્હી માટે નવી ડેઇલી ફ્લાઇટ શરૂ થઈ છે, તેમજ હૈદરાબાદ વિકલી ફ્લાઇટ ડેઇલી કરવામાં આવી છે. ગોવા તથા ચેન્નાઈ રૂટની વિકલી ફ્લાઇટો રહેશે. હાલ વડોદરા એરપોર્ટ પર દરરોજ સરેરાશ 3,600 મુસાફરોની અવરજવર થાય છે. ડિસેમ્બર 2024માં એરપોર્ટને સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનામાં અહીં ત્રણ નોન-શિડ્યુઅલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મૂવમેન્ટ નોંધાયા છે. એરપોર્ટ પર પાર્કિંગની કોઈ તકલીફ નથી. પર્યાપ્ત જગ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે.

