ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા
અંડર 11, 13, 19 અને ઓપન કેટેગરી વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અંડર 11, 13, 19 અને ઓપન કેટેગરી વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
તારીખ 19 જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં 850 જેટલા બેડમિન્ટન ખેલાડી ભાઈઓ અને બહેનોએ વિવિધ વય જૂથમાં ભાગ લીધો હતો. જેમાં અંડર 11,13,19 અને ઓપન કેટેગરીની કુલ 28 ઈવેન્ટ હતી. આજે 18 ઈવેન્ટના સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર વિજેતા ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આયોજક તથા આમંત્રિત મહેમાનોએ ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરનાર આ ખેલાડીઓ ભવિષ્યમાં દેશનું નામ પણ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.