ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના વિજેતા ખેલાડીઓને વડોદરા સાંસદના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
ગત તા.19 જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 850 જેટલા બેડમિન્ટન ખેલાડી ભાઈઓ અને બહેનોએ વિવિધ વય જૂથમાં ભાગ લીધો છે. આ સ્પર્ધામાં અંડર 11,13,19 અને ઓપન કેટેગરીની કુલ 28 ઈવેન્ટ છે. આજે અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના કુલ 10 ઈવેન્ટના સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર વિજેતા ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સાંસદ ડૉ. હેમાંગ જોષી , કાઉન્સિલ૨ મહાવીરસિંહ રાજપુરોહિત સહિતના મહાનુભવોના હસ્તે ટ્રોફી, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.