Get The App

સુરતના દરિયા કિનારે પવનની ગતિ ઘટીને 40-45 કિલોમીટર થઇ

Updated: Jun 14th, 2023

GS TEAM


Google News
Google News
સુરતના દરિયા કિનારે પવનની ગતિ ઘટીને 40-45 કિલોમીટર થઇ 1 - image



- સિટીમાં 7 મી.મી વરસાદ, ઓલપાડમાં પાંચ, ચોર્યાસીમાં બે મી.મી સહિત તમામ તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો

         સુરત

બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે સુરતના દરિયાઇ વિસ્તારમાં આજે ૪૦ થી ૪૫ કિ.મીની ઝડપે પવન ફુંકાવવાની સાથે સમ્રગ સુરત શહેરમાં એક મિ.મિ થી ત્રણ મિ.મિ વરસાદ નોંધાતા સરેરાશ સાત મિ.મિ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ઓલપાડ તાલુકા અને ચોર્યાસી તાલુકામાં બે મિ.મિ વરસાદ નોંધાયો હતો. સવારે વરસાદ અને બપોરે તાપ પડતા ઠંડક અને ગરમી બન્નેનો શહેરીજનોએ અનુભવ માણ્યો હતો.

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડુ સુરત શહેરથી ૫૫૫ કિ.મી પાર કરી ગયા બાદ આગળ વધ્યુ છે. પરંતુ આ વાવાઝોડાની અસર સુરત શહેરમાં આજે અને આવતીકાલ ગુરૃવારે પણ જોવા મળશે. જેમાં પવન સાથે વરસાદ નોંધાશે. આ આગાહી મુજબ આજે સવારે આઠેક વાગ્યાના અસરમાં સુરત શહેરમાં એકાએક હવામાનમાં પલ્ટો આવતા વાદળો ઘેરાતા ઠંડા પવન સાથે વરસાદ શરૃ થયો હતો. આ વરસાદ સમ્રગ સુરત શહેરમાં નોંધાતા સવારે કામ ધંધે જનારા કે સ્કુલે જનારા વિદ્યાર્થીઓ અટવાઇ પડયા હતા. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યા સુધી વાદળીયુ હવામાન સાથે છુટોછવાયો વરસાદ નોંધાયા પછી સૂર્યદેવતાનું ચક્ર શરૃ થતા દિવસના ગરમી અનુભવાઇ હતી. સુરતના દરિયાકિનારા વિસ્તારોમાં ૪૦ થી ૪૫ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાંચ મિ.મિ અને ચોર્યાસી તાલુકામાં બે મિ.મિ અને સુરત શહેર સહિત સમ્રગ તાલુકામાં વરસાદના મંડાણ થયા હતા. આજે સુરત શહેરનો સરેરાશ સાત મિ.મિ અને સુરત જિલ્લાનો ૧૨ કલાકનો ૧૪ ંમિ.મિ વરસાદ નોંધાયો હતો.

સુરત શહેરમાં 22 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની સાથે તાપમાનમાં ઉતાર ચઢાવ

         સુરત

સુરત શહેરમાં આજે દિવસના કલાકના ૨૨ કિ.મીની ઝડપે પૂરઝપે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડતા શહેરીજનો વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. તો એક જ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો.   શહેરનુ આજનું તાપમાન ૩૪.૦ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા, હવાનું દબાણ ૧૦૦૪.૨ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૨૨ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આજે સવારે વરસાદી માહોલના કારણે તાપમાન ગગડીને ૩૨૨ ડિગ્રી થઇ ગયુ હતુ. બપોરે ફરી પાછો તાપ પડતા તાપમાન વધીને ૩૪ ડિગ્રી નોંધાયુ હતુ. આમ સુરત શહેરમાં તાપમાનમાં ફેરફાર જોવા મળતા શહેરીજનોએ ઠંડક- ગરમીનો અનુુભવ માણ્યો હતો.

સુરતમાં કેટલો વરસાદ

વરસાદ મી.મી

સુરત શહેર    ૭.૦

ઓલપાડ      ૫.૦

ચોર્યાસી ૨.૦

વરાછા ૩.૦

ઉધના ૨.૦

વરસાદ મી.મી

રાંદેર  ૨.૦

કતારગામ     ૨.૦

સેન્ટ્રલ ૧.૦

વરાછા ૧.૦

અઠવા ૧.૦

Tags :