એક પ્રતિનિધી મોકલીને હાર્દિક સાથે વાટાઘાટો કરી પ્રશ્નનો જલદી ઉકેલ લાવે સરકાર: નરેશ પટેલ
અમદાવાદ, તા. 7. સપ્ટેમ્બર 2018 શુક્રવાર
અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસના 14મા દિવસે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે મુલાકાત કરી છે. હાર્દિક પટેલના નિવાસ સ્થાને છત્રપતિ નિવાસ સ્થાને ખભે બેસાડીને હાર્દિક સમર્થકોએ નરેશ પટેલનું સ્વાગત કર્યુ હતુ.
ઉપવાસી છાવણીમાં હાર્દિક પટેલ તેમજ નરેશ પટેલ વચ્ચે મુલાકાત અને ચર્ચા થઈ છે ત્યારે પાસના તમામ આગેવાનો સાથે હતા. જોકે નરેશ પટેલ અને હાર્દિક સાથેની ચર્ચામાં પાસ આગેવાન મનોજ પનારા પણ જોડાયા હતા.
નરેશ પટેલે હાર્દિકના ખાનગી તબીબ સાથે પણ થોડી ચર્ચા કરી હતી.તેઓ હાર્દિક સાથે મુલાકાત કરે તે પહેલા પણ તેમની પ્રાથમિકતા હાર્દિક પારણા કરે તે હશે તેમ કહી ચુક્યા છે. નરેશ પટેલે સરકારને પણ અપીલ કરી છે. એક પ્રતિનિધી મોકલીને હાર્દિક સાથે વાટાઘાટો કરી આ પ્રશ્નનો જલદી ઉકેલ લાવો. ઉમિયા ધામ અને ખોડલધામ મળીને અા પ્રશ્નોનો ઉકેલ લાવશે. પાટીદારોની 2 સંસ્થાઅો ખોડલધામ અને ઉમિયાધામ સરકાર સાથે વાતચીત કરશે. હાર્દિકને નરેશ પટેલે ત્વરિત પારણાં કરી લેવાની પણ અપીલ કરી છે.