મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે તા. ૨૩ જાન્યુઆરીથી મિલકત વેરા તથા વ્યવસાય વેરાની વસુલાત માટે વોર્ડવાઈઝ ઝુંબેશનાભાગરૂપે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા વધુ તેજ બનાવશે. ઉપરાંત વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા વ્યવસાય વેરો ભર્યો નથી, તેમના વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ મારવાની કાર્યવાહી કરાશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકત વેરા તથા વ્યવસાય વેરાના બિલોની ભજવણી પૂર્ણ કરવામાં આવી છે. કરદાતાઓને પાછલી બાકી રકમ પર રાહત મળે તે હેતુથી હાલમાં વ્યાજ માફીની યોજના અમલમાં છે. જેમાં રહેણાક મિલકતોમાં ૮૦ ટકા તથા બિન રહેણાંક મિલ કતોમાં દ૦ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે.
અત્યાર સુધી મિલકત વેરાની રૂ. ૫૦૩ કરોડ અને વ્યવસાય વેરાની રૂ. ૬૦ કરોડની વસુલાત થઈ છે. હાલમાં શહેરના તમામ ૧૯ વોર્ડમાં દરરોજ અંદાજે ૮૦૦ જેટલી બિન રહેણાક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, તેમજ ૪૦ હજાર રહેણાક મિલક્તોને વેરા બાકી અંગે નોટિસો પાઠવવામાં આવી છે.


