Get The App

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે 1 - image

- કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો નિર્ણય 

- 125 ચો.મી.થી ઓછા બિલ્ટ-અપ એરિયાના મકાનો માટે આ સુવિધા લાગુ પડશે, બેંક લોન મેળવવામાં સરળતા રહેશે

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે એક ખુબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. મનપા વિસ્તારમાં ૧૨૫ ચોરસ મીટરથી ઓછો બિલ્ટ-અપ એરિયા ધરાવતા સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાનોના બાંધકામ કે સુધારા-વધારા માટેની પરમિશન હવે માત્ર ૪૮ કલાકમાં મળી જશે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દ્વારા સ્વતંત્ર મકાન બનાવવા અને મકાનમાં જરૂરી સુધારા-વધારા માટે મહાનગરપાલિકા પાસે બાંધકામ પરમિશન માંગવામાં આવે છે અને આ માટે જે લોકો બેંક પાસેથી લોન મેળવે છે તેમને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી બાંધકામ પરમિશનનો પત્ર બેંકને રજૂ કરવાનો હોય છે, જે પરમિશન થોડી ઘણી મોડી મળવાને કારણે લોન મેળવવામાં કે મકાન બાંધકામ કરવામાં કે મકાનમાં જરૂરી સુધારા વધારા કરવામાં વિલંબ થાય છે.

ત્યારે મહાનગરપાલિકાના દ્વારા મનપા વિસ્તારમાં રહેતા નગરજનો ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટે અથવા મકાનમાં જરૂરી સુધારા વધારા કરવા માટે મહાનગરપાલિકા પાસેથી બાંધકામ પરમિશન માંગશે તો હવે આ પરમિશન માત્ર ૪૮ કલાકમાં જ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે નગરજનોને બેંકમાંથી લોન લેવાની હોય ત્યારે કોઈ અગવડ નહીં પડે.