વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર જિલ્લામાંથી બે મગર રેસ્ક્યું કર્યા
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાંથી બે દિવસમાં બે મગર પકડાયા એક લક્ષ્મીપુરા ગામ પાદરા રોડ વડોદરા અંદાજે ત્રણ ફૂટ નો મગર અને ગત મોડી રાત્રે ગુજરાત ટેકટર કંપની માંથી સાડા ત્રણ ફૂટનો એક મગર પકડવામાં આવ્યો હતો.
તારીખ 09/07/24ના રોજ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર રાત્રીમાં 1 વાગ્યા ની આસપાસ ગુજરાત ટેકટર કંપનીમાંથી ફોન આવ્યો હતો કંપનીની અંદર એક મગર આવી ગયેલ છે. આ ફોન આવતાંની સાથેજ સંસ્થાના કાર્યકર કિરણ સપકાળ અને વડોદરા વન વિભાગ અધિકારી નીતિનભાઈ પટેલ ને લઈને પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાડા ત્રણ ફૂટનો મગર કમ્પાઉન્ડની અંદર હતો તેને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા બાજુ વિભાગને સુપ્રભાત કરેલ છે બીજો કોલ લક્ષ્મીપુરા થી મળ્યો હતો મનીષભાઈ મકવાણા એ ફોન કર્યો હતો તેમના ઘોડાના તબેલામાં એક ત્રણ ફૂટનો મગર આવી ગયેલ છે ત્યાં કાર્યકર ભૂમિબેન ને ત્યાં મોકલી આપ્યા હતા તેમને રેસ્ક્યુ કરીને વડોદરામાં વિભાગ ને સુપ્રત કરેલ છે.