Get The App

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત

છાણીમાં રહેતા ૭૭ વર્ષના વૃદ્ધે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને  પતિનો આપઘાત 1 - image

વડોદરા,વારસિયામાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જ્યારે છાણીના વૃદ્ધે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયા રિંગરોડ પર લક્ષ્મીનારાયણ  સોસાયટીની બાજુમાં નરેન્દ્રનગરમાં રહેતા ૩૨ વર્ષના બળદેવ વિષ્ણુભાઇ ભાલીયા છૂટક ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે આજે બપોરે  તેની પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ હતી. તે દરમિયાન બળદેવ ભાલીયાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જે અંગે  વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવની  પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છાણી ટીપી ૧૩ જય માતાજી ટાઉનશિપમાં રહેતા ૭૭ વર્ષના સુધાકરણ કરૃણાકરણે બીમારીથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેઓ રેલવેમાંથી નિવૃત્ત થયા હતા.