Gujarat

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો

By GS TEAM
22 Sep 20252 mins read
બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો

વડોદરા,નાણાંકીય હિસાબના મુદ્દે પત્ની, સાસુ તથા સાળીએ બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ હંગામો કરી તોડફોડ કરી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાંબુવા ગામ નવાઘરા ફળિયામાં રહેતા બિલ્ડર વિપુલભાઇ હરિકૃષ્ણભાઇ  પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મકરપુરા રોડ કટારિયા શો રૃમની સામે આવેલ સમૃદ્ધિ સ્કાય ઓનિક નામની કન્સટ્રક્શન પેઢી ચલાવું છું. આ પેઢીમાં મારો ભાઇ અમરિશ તથા અન્ય ભાગીદારો છે.મારા સસરાના અવસાન પછી મારી પત્ની પાર્થવી , સાસુ ભગવતીબેન પ્રદ્યુમનભાઇ પટેલ તથા સાઢુ ભાઇ ચિરાગ સુરેન્દ્રભાઇ પટેલને  મારી સાઇટમાં  સાયલન્ટ ભાગીદાર રાખ્યા હતા. મારી સાળીને પણ મારી સાઇટ પર નોકરીએ રાખી હતી. જેથી, તેને નાણાંકીય વ્યવહારોની જાણ હોઇ મારી પત્નીને ખોટી ભંભેરણી કરી હતી. જેથી, મારી પત્ની મારી તથા મારા ભાઇ સાથે કંકાસ કરતી હતી. મારી સાળી તથા સાસુએ પણ અમારી સાથે ઝઘડો કરવાનું ચાલુ કર્યુ હતું. દશ મહિના પહેલા મારી પત્ની સંતાનોને લઇને પિયરમાં જતી રહી હતી.ગઇકાલે હું મારી સાઇટ પર હાજર  હતો. ત્યારે મારી સાળી પાયલ મારી ઓફિસમાં ધસી આવી હતી અને કહ્યું કે, અમારા નીકળતા ૨૫ કરોડ અમને આપી દો. મેં તેઓને જણાવ્યું  હતું કે, મારે કોઇ પૈસા આપવાના થતા નથી. તે જોરજોરથી બોલતી હોઇ મેં વીડિયો ઉતારવાનું શરૃ કર્યુ હતું.  તેણે ફોન કરતા  મારી પત્ની, સાસુ, તથા મારી સાળીનો કૌટુંબિક ભાઇ તુપ્તેશ અમારી ઓફિસમાં આવ્યા હતા. મારી સાળીએ સિરામિકનો  પોર્ટ તથા પાણીનો ગ્લાસ મારા તરફ ફેંક્યા હતા.પરંતુ,હું ખસી જતા વાગ્યું નહતું. ત્યારબાદ મેં  પોલીસને કોલ કર્યો હતો. પરંતુ, પોલીસ  આવે તે  પહેલા મારી સાળીએ બે કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી. ઓફિસના સ્ટાફને પણ ધમકાવ્યા હતા.