વડોદરામાં અવારનવાર ઝઘડો કરતા પતિ સામે પત્નીની ફરિયાદ
Vadodara Crime : નવાપુરા કાશી વિશ્વનાથ સોસાયટી ખાતે રહેતા 40 વર્ષીય હિરલબેન દિપેનભાઇ ગાંધીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ તા.8 એપ્રિલના રોજ મારા પતિ દિપેન પ્રકાશભાઈ ગાંધી (હાલ રહે-દયાળભવનનો ખાંચો, રાજમહેલ રોડ ) એ મારી સાથે પૈસા બાબતે બોલાચાલી ઝગડો કર્યો હતો.
ત્યારબાદ ગઇ તા.14 મેના રોજ પતિએ મકાન માટે પૈસા માંગેલ જેથી હુએ ના પાડતા મારા પતિ અચાનક ઉશ્કેરાઇ જઇ મારી સાથે ઝપાઝપી કરી લાફા મારી કમર પટ્ટા વડે માર માર્યો હતો. અને ગળુ દબાવી મને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. અને આવી રીતે અવારનવાર ઝઘડા કરી હેરાન પરેશાન કરે છે.