Get The App

પતિની મરણોત્તર વિધિ બાદ લંડન પરત જતા પત્ની અને પુત્રવધૂ- પૌત્રનાં મોત

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
પતિની મરણોત્તર વિધિ બાદ લંડન પરત જતા પત્ની અને પુત્રવધૂ- પૌત્રનાં મોત 1 - image

પોરબંદરના એક જ પરિવારના ત્રણે જીવ ગુમાવતાં ઘેરો શોક

બરડાઈ બ્રહ્મ સમાજના લંડનસ્થિત ગૃહિણી મરણોત્તર વિધિ કરાવીને પ્રાર્થનાસભા માટે અમદાવાદસ્થિત આપ્તજનો સાથે પરત જતા હતા

પોરબંદર: અમદાવાદની વિમાન દુર્ઘટનામાં પોરબંદરના બરડાઇ બ્રહ્મસમાજના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. કરૂણાંતિકા એ છે કે મૂળ લંડન રહેતા મહિલા પોરબંદર ખાતે તેમના પતિની મરણોત્તર વિધિ કરાવ્યા બાદ લંડન ખાતે પ્રાર્થનાસભા રાખી હોવાથી ત્યાં જતા હતા.

જાણવા મળતી વિગત પ્રમાણે, લંડન જતી એ ગોઝારી ફલાઇટમાં પોરબંદરના બરડાઇ બ્રહ્મસમાજના જાણીતા મુરારી ફરસાણવાળા મોઢા પરિવારના ત્રણ સ્વજનનું નિધન થયુ છે. તેમના સ્વજન રાજભાઇ મોઢાએ જણાવ્યું કે તેમના માસી રક્ષાબેન કિશોરભાઇ મોઢા (ઉ.વ.૫૩) મૂળ લંડનના છે અને તેમના પતિ કિશોરભાઇ મોઢાનું પોરબંદર ખાતે તા. ૨૬ એપ્રિલે અવસાન થયુ હતું.

પોરબંદર ખાતે મૃત્યુ પછીના વિધિવિધાન કરાવ્યા બાદ હવે લંડન ખાતે તેમના પતિ કિશોરભાઇ મોઢાની પ્રાર્થનાસભા રાખવામાં આવી હોવાથી રક્ષાબેન મોઢા તથા અમદાવાદ ખાતે રહેતા તેમના પુત્રવધૂ યશાબેન કિશન મોઢા (ઉ.વ. ૩૦) અને રક્ષાબેનનો પૌત્ર એટલે કે યશાબેનનો બે વર્ષનો પુત્ર રૂદ્ર ત્રણેય લંડન જતા હતા અને આ ફલાઇટમાં સવાર થયા હતા. પતિની પ્રાર્થનાસભામાં હાજરી આપે તે પહેલાં જ રક્ષાબેન મોઢા, તેમના પુત્રવધૂ અને પૌત્ર ફ્લાઈટ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં છે.