Gujarat

ઘર કંકાસના કારણે પત્નીનો ગળા ફાંસો ખાઇને આપઘાત

By GS TEAM
27 Jun 20251 min read
ઘર કંકાસના કારણે  પત્નીનો ગળા ફાંસો ખાઇને આપઘાત

વડોદરા, કોર્પોરેશનમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા દંપતી વચ્ચે ચાલતા ઝઘડાના પરિણામે આજે બપોરે  પત્નીએ ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા યુવકે આર્થિક સંકડામણના કારણે અંતિમ પગલુ ભર્યુ હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવા રોડ કમલા નગર પાસે ઓમ સાંઇ રેસિડેન્સીમાં રહેતા દક્ષાબેન મહેશભાઇ સોલંકી તથા તેમના પતિ વોર્ડ - ૫ માં સફાઇ કર્મચારી તરીકે કામ કરે છે. પતિ - પત્ની વચ્ચે ચાલતા ઝઘડાના કારણે આજે પત્નીએ ગળા ફાંસો  ખાઇ લીધો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મુકેશભાઇએ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં લક્ષ્મીપુરા રોડ દર્પણ પ્લાઝામાં રહેતા નિખીલ રાજેશભાઇ પારેખ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. આર્થિક સંકડામણના કારણે તેમણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે.