Get The App

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત 1 - image

40 ફુટ રોડ પાસે ન્યુ કેદારનાથ સોસાયટીનો બનાવ

આઠ વર્ષ પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો : આપઘાત પાછળના કારણ અંગે રહસ્ય

રાજકોટ: કોઠારીયા રોડ નજીક ૪૦ ફુટ રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતી કોમલબેન કિશનભાઈ ખુંટ નામની ૩૧ વર્ષીય પરિણીતાએ પતિ સાથે વિડીયો કોલમાં વાતચીત કર્યા બાદ ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ભક્તિનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક કોમલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા કારખાનેદાર કિશનભાઈ સાથે થયા હતાં. જેના ફળસ્વરૂપ સંતાનમાં એક પુત્ર કિયાન (ઉ.વ.૪)ની પ્રાપ્ત થઈ હતી. ગઈકાલે રાત્રે તેણે પતિ કિશન ખુટને વિડીયો કોલમાં વાતચીત કરી ઘરે કયારે આવશો તેમ પુછયું હતું. વાતચીત બાદ તેણે પુત્રને બહાર મોકલ્યા બાદ પાછળથી ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પુત્ર કિયાન પરત આવતા તેણે માતાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા રડવા લાગ્યો હતો. બાદાંરડતા રડતા બહાર જઈ પાડોશીઓને જાણ કરતા તેમણએ ઘરમાં જોઈ તપાસ કર્યા બાદ ૧૦૮ને જાણ કરી હતી. જેના તબીબે કોમલબેનને મૃત જાહેર કર્યા હતાં.

જાણ થતાં ભક્તિનગર પોલીસના જમાદાર પ્રશાંતસિંહ ગોહીલ અને રાઈટર રાજેશભાઈએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો હતો. જાણ થતા મૃતક બહેન સહિતના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતાં. આપઘાત પાછળના કારણ અંગે પરિવારજનો અજાણ હોવાનું કહેતા ભક્તિનગર પોલીસે કારણ જાણવા વધુ તપાસ જારી રાખી છે. બનાવથી પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.