Get The App

પતિએ માવતરે ફોનમાં વાત નહીં કરવાનું કહી ઠપકો આપતાં પરિણીતાનો આપઘાત

Updated: Mar 25th, 2025

GS TEAM

Google News
Google News
પતિએ માવતરે ફોનમાં વાત નહીં કરવાનું કહી ઠપકો આપતાં પરિણીતાનો આપઘાત 1 - image

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘરે ગળાફાંસો ખાધો

શનાળા રોડ પર યુવાને જીવન ટૂંકાવ્યું : વાંકાનેરમાં બાઇક પરથી પટકાતા માથું વીજ થાંભલા સાથે અથડાતા વૃધ્ધનું મોત

મોરબી: મોરબીમાં આપઘાતના બે બનાવ નોંધાયા છે. પતિએ ફોનમાં માવતરે વાત કરવાની ના પાડી ઠપકો આપતા પરિણિતાએ જીવ ટૂંકાવ્યું હતું. શનાળા રોડ પર યુવાને ગળાફાંસો ખાધો હતો. જ્યારે વાંકાનેરમાં બાઇક પરથી પટકાતા વૃધ્ધનું મોત થયું હતું.

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાછળ શિવપાર્કમાં રહેતા આશાબેન ચેતનભાઈ જેજ્રરીયા (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ પોતાના મકાનમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી. અને તપાસ ચલાવી છે. મૃતક આશાબેનનો લગ્ન ગાળો દોઢ વર્ષનો છે. તેના માવતરે અવર જ્વર ના હોય અને મમ્મી સાથે વાત કરતી હતી. જેથી પતિ ચેતનભાઈએ માવતરમાં વાત નહિં કરવાનું કહીને ઠપકો આપતા લાગી આવતા પરિણીતાએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

મોરબીના શનાળા રોડ પર પાવઠાની વાડીમાં રહેતા ૪૭ વર્ષીય દિનેશભાઈ ભવાનભાઈ ડાભી પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે  કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

વાંકાનેરના વેલનાથપરા શેરી નં. ૧માં રહેતા ૭૪ વર્ષીય વૃદ્ધ બાબુભાઈ રાયશિંગભાઈ દારોદરા સ્ટેચ્યુ ચોકમાં બાઈક લઈને જતા હતા. ત્યારે રસ્તામાં અચાનક પડી જતા માથું ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા માથામાં ઈજા પહોંચી હતી. જેથી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે.