અદાણી શાંતિગ્રામમાં અન્ય સ્ત્રી સાથે રહેતા પતિને પત્નીએ ઝડપી લીધો
સમાજમાં વધી રહેલી પતિ પત્ની ઔર વોની ઘટનાઓ
લગ્ન જીવનના ૨૮ વર્ષ બાદ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા પતિએ
પત્નીને ત્રાસ આપવાનું શરૃ કર્યુંઃ પોલીસની તપાસ
ગાંધીનગર : હાલ સમાજમાં પતિ પત્ની ઔર વોની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમદાવાદમાં રહેતી મહિલાને તેના પતિએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. દરમિયાનમાં તેનાથી અલગ રહેતા પતિની તપાસ કરતા તે અદાણી શાંતિગ્રામમાં અન્ય મહિલા સાથે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે અડાલજ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
હાલના સમયમાં પતિ પત્ની વચ્ચે થોડોક અણબનાવ બને તો જતું
કરવાને બદલે અન્ય પાત્રને શોધી લેતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓને કારણે ઘર
સંસાર તૂટી જાય છે. લગ્ન જીવનના ૨૮ વર્ષ બાદ એક દંપતીનો સંસાર પણ તૂટવાની આણી ઉપર
આવી ગયો છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના પ્રહલાદનગર
ખાતે રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે,
લગ્ન બાદથી જ પતિ દ્વારા તેણીને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૃ કરવામાં
આવ્યું હતું પરંતુ તે સહન કરતી હતી. લગ્ન પછી એક પછી એક એમ બે પુત્રીઓને તેણીએ
જન્મ આપ્યો હતો. જોકે પતિ અન્ય કોઈ ીને પસંદ કરતા હતા પરંતુ બે બાળકીની ચિંતા
કરીને આ મહિલા કઈ બોલતી ન હતી પરંતુ તે અન્ય ી સાથે વાત નહીં કરવા કહેતા તેણીને
માર મારવામાં આવતો હતો. વર્ષ ૨૦૦૮માં તેઓ અમદાવાદમાં રહેવા આવ્યા હતા તે દરમિયાન
તેમના પતિ દ્વારા કરવામાં આવી રહેલા ખરાબ વર્તનને કારણે બંને પુત્રીઓ કર્ણાટકમાં
અભ્યાસ અર્થે શિફ્ટ થઈ ગઈ હતી. જોકે ગત ૧૪ જૂનના રોજ પતિનો જન્મદિવસ હતો અને
પુત્રીઓ તેમની રાહ જોઈ રહી હતી તે દરમિયાન પિતા મોડા આવતા પૂછપરછ કરી હતી અને આ
દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીને માર પણ માર્યો હતો.
એટલું જ નહીં પતિએ શાંતિ મેળવવા માટે તેમનાથી અલગ રહેવા જતો
હોવાનો મેસેજ પણ કર્યો હતો અને આ મહિલાએ તપાસ કરતા તેનો પતિ અદાણી શાંતિગ્રામ ખાતે
અન્ય મહિલા સાથે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તે ત્યાં પહોંચી હતી
અને આ દરમિયાન મહિલા સંદર્ભે પૂછપરછ કરતા તેણીને માર મારવામાં આવ્યો હતો. છેવટે
કંટાળીને આ મહિલાએ અડાલજ પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.