પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામે પતિ સાથે આડા સંબંધની આશંકાએ પશુઓ ચરાવતી મહિલાને પત્નીએ પુત્રો સાથે મળી લાકડી વડે હુમલો કરવા અંગે ફરિયાદના આધારે વાલીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના વાલીયા તાલુકા ખાતે રહેતી 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. 26 ઓગષ્ટના રોજ સવારે મે મારા પતિ સાથે ગામની સીમમાં પશુઓ ચરાવતી હતી. તે વખતે ગામના વજલીબેન વસાવા તેના પુત્રો ટીનાબેન વસાવા તથા રાહુલ વસાવા સાથે ઘસી આવી મને અપશબ્દો કહ્યા હતા. તું મારા પતિ સાથે આડા સંબંધ રાખે છે, તારા લીધે મારા પતિ મને માર મારે છે" તેમ કહી વજલીબેનએ મને લાકડી વડે માર માર્યો હતો. મને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાતા માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








