Gujarat

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો

By GS TEAM
24 May 20261 min read
જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો

પોતાના દીકરાને મળવા સાસરે જતા હુમલો : પત્ની ફોનમાં પતિની હત્યાની વાત કરતી હોઇ તે સાંભળી જવાથી પુરાવા માટે મોબાઈલ માંગતા હુમલો

જામનગર, : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં દીકરાને મળવા માટે સાસરે ગયેલા યુવાને પોતાની પત્નીને ફોનમાં પોતાની હત્યાની વાત કરતાં સાંભળી જતાં પુરાવા માટે મોબાઈલ માંગ્યો હતો. જેના બાદ પત્નીએ ઉશ્કેરાઈ જઈ ક્રિકેટના લાકડાના બેટ વડે હુમલો કરતા ફરિયાદ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત મુજબ ગોકુલનગર વિસ્તારમાં સરદારનગરમાં રહેતા બીપીનભાઈ મારખીભાઈ કરમુર, (ઉં.વ.૪૦) પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં ફરીયાદીને જાનથી મારી નાખવાની વાત કરતી હોવાનું તેમના ધ્યાન પર આવ્યું હતું.પતિએ આ વાત સાંભળી જતા પુરાવા માટે પત્ની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ પત્નીએ ફોન આપવાનો ઇનકાર કરી ઉશ્કેરાઈ અને ક્રિકેટના લાકડાના બેટ વડે પતિ ઉપર તૂટી પડી હતી.હુમલામાં બીપીનભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. હુમલા દરમિયાન પત્નીએ ગાળો આપી ભવિષ્યમાં પતાવી દેવાની ધમકી પણ આપી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.