કલોલમાં છોકરાઓની ફી ભરવા બાબતે પત્નીનો પતિ પર હુમલો
પતિને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
કલોલ : કલોલમાં છોકરાઓની ફી ભરવા બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારે પત્નીએ પતિને બચકું ભરી લીધું હતું જેથી તેને લોહી નીકળવા લાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવા અંગે પોલીસે પતિની ફરિયાદના આધારે પત્ની સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલા ગોવર્ધન આવાસમાં
રહેતા દિનેશભાઈ વિનોદભાઈ પરમાર રાત્રિના સુમારે તેમના ઘરે ગયા હતા ત્યારે તેમની
પત્ની ધમાએ કહેલ કે તમે એ સ્કૂલમાં છોકરાઓની ફી કેમ ભરતા નથી જે બાબતે બંને વચ્ચે
માથાકૂટ થઈ હતી એ કહેલ કે હું મારો પગાર આવશે ત્યારે ફી ભરી દઈશ આ બાબતે બંને
વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેની પત્નીએ પતિ ઉપર હુમલો કરી દીધો હતો તેને માર મારતા
પતિએ પત્નીના હાથ પકડી લીધા હતા જેથી પત્નીએ તેના પતિ દિનેશભાઈ ની છાતીમાં બચકું
ભરી લીધું હતું છાતીમાં બચકું ભરી લેતા તેને લોહી નીકળવા લાગ્યું હતું જેથી તેને
સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે દિનેશભાઈ પરમાર ની
ફરિયાદના આધારે તેની પત્ની ધમા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી છે.