Get The App

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે કેમ ચૂપ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે કેમ ચૂપ 1 - image


Baroda Dairy : બરોડા ડેરીની ડિસેમ્બર માસમાં આવી રહેલ ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડેરીના ડિરેક્ટરે ખુલ્લો મોરચો માંડ્યો છે અને ધારાસભ્ય માત્ર અને માત્ર બરોડા ડેરીને જ ટાર્ગેટ કરે છે બાકીના ભ્રષ્ટાચાર સામે કેમ ચૂપ છે તેવો સવાલ કર્યો હતો.

સાવલી અને ડેસર તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ આજે પત્રકાર પરિષદ યોજી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર તેમના મળતિયા ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે 2021 માં હું ધારાસભ્ય સામે ચૂંટણી લડ્યો તેનો રોષ રાખી મને તેમજ મારા ટેકેદાર મંડળીના પ્રમુખ મંત્રીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે. દસ વર્ષ સુધી હું કેતન ઈનામદાર સાથે હતો ત્યારે તેમને ડેરી વિશે ક્યારે ઉચ્ચારણ કર્યું નથી. પરંતુ ક્યારથી હું તેમની સામે ચૂંટણી લડ્યો છું અને ભાજપમાં ફરી ખેસ ધારણ કર્યો છે ત્યારથી મને પ્રતિસ્પર્ધી ગણીને ડેરીને ટાર્ગેટ કરી રહ્યા છે. 15 તાલુકામાં 14 તાલુકામાં ભ્રષ્ટાચાર નથી અને માત્ર સાવલી તાલુકામાં જ ડેરી સામે આક્ષેપો થાય છે. ઠરાવો બદલવા માટે પોલીસની ધમકી આપવામાં આવે છે.

તેમણે એમ પણ કહ્યું કે સાવલી તાલુકામાં રેતી ખનન મોટે પાયે ચાલી રહ્યું છે, નગરપાલિકામાં સાડા ત્રણ લાખ રૂપિયા લઇ દુકાનો આપીને ભ્રષ્ટાચાર થયો છે, તળાવના બ્યુટીફિકેશન, રસ્તાઓ ડ્રેનેજ વગેરેમાં ભ્રષ્ટાચાર થાય છે પરંતુ ધારાસભ્ય એ બાબતે ક્યારેય બોલતા નથી. હું મારા પ્રમુખ મંત્રીઓની સાથે અડીખમ ઉભો છું.

Tags :