તરણ સ્પર્ધા ચાલતી હતી તેવા સમયે મ્યુનિ.સ્વિંમિંગપુલના પાર્ટ ટાઈમ મહિલા કોચ હડતાળ ઉપર ઉતર્યા
સ્વિમિંગ માટે પહોંચેલી મહિલાઓને સ્વિમિંગ કરવા નહીં મળતા હોબાળો મચાવ્યો
અમદાવાદ,શનિવાર,31 મે,2025
અમદાવાદ મ્યુનિ.ના સ્વિમિંગ પુલ વચ્ચે આંતર સ્વિમિંગપુલ તરણ
સ્પર્ધા ચાલતી હતી તેવા સમયે પંદર જેટલા પાર્ટ ટાઈમ મહિલા કોચ હડતાળ ઉપર ઉતરી ગયા
છે. દરમિયાન ફી ભર્યા પછી પણ સ્વિમિંગ કરવા નહીં મળતા મહિલાઓએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડતા થયા હતા.
પાર્ટ ટાઈમ મહિલા કોચ હડતાળ ઉપર ઉતરી જતા વાસણા, કાંકરિયા,રાણીપ, સીટીએમ,વાડજ, ઓઢવ સહિતના તેર
જેટલા સ્વિમિંગપુલમાં સ્વિમિંગ માટે આવતી મહિલાઓને સ્વિમિંગથી વંચિત રહેવુ પડયુ
હતુ.ગોમતીપુરના કોર્પોરેટરે કહયુ,આ મહિલા
કોચનો કોન્ટ્રાકટ દર છ મહિને રીન્યુ થતો હોય છે.૬ મેના રોજ કોન્ટ્રાકટ પુરો થયા પછી કોન્ટ્રાકટ રીન્યુ કરવામા આવ્યો નથી. આ પાર્ટ
ટાઈમ મહિલા કોચ છેલ્લા અઢારથી વધુ વર્ષથી ફરજ બજાવે છે.છતાં તેમને માસિક રુપિયા નવ
હજાર પગાર આપી શોષણ કરાઈ રહયુ છે.પાર્ટ ટાઈમ મહિલા કોચની કામગીરીને ધ્યાનમા લઈ
તેમને કાયમી કરવાથી લઈ પગાર વધારવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજુઆત કરાઈ છે.