Get The App

પાણીની નવી લાઈન નાંખતા જૂની લાઈન તૂટી, હજારો લીટર પાણીનો બગાડ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
પાણીની નવી લાઈન નાંખતા જૂની લાઈન તૂટી, હજારો લીટર પાણીનો બગાડ 1 - image

- લીંબડીમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી વ્હોરા સોસાયટીમાં

- પાણીની લાઈન નાખ્યાં પછી કોન્ટ્રાક્ટરે ખાડા સરખા નહીં બુરતાં રહિશોને હાલાકી, વાહન ચાલકોને અકસ્માતનો ભય

લીંબડી : લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં હાલ નવી પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલું છે. વ્હોરા સોસાયટીમાં પાણીની નવી લાઈન નાખવાની કામગીરી દરમિયાન જુની પાણીની લાઈનમાં ત્રણથી ચાર જગ્યાએ ભંગાણ થતાં હજારો લીટર પાણીનો બેફામ બગાડ થયો હતો. તેમજ સોસાયટીમાં સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ધુસી ગયા હતા.

કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સોસાયટીમાં તળાવ ભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ દ્વારા નવી પાઈપ લાઈન નાખવા સમયે બેદરકારી પૂર્વક કામ કરતાં જુની લાઈન તોડી નાખવામાં આવી છે. પાઈપ લાઈન નાખ્યાં પછી ખાડા સરખા બુરતાં નથી જેને લઈને ઘરની બહાર ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે. 

રસ્તા પર રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે અને વાહન ચાલકોને અકસ્માતનું જોખમ રહે છે. અમે જાતે ખાડા સરખા બુરાવા મજબુર બન્યા છે. તૂટી ગયેલી પાઈપ લાઈન રિપેરીંગ કરવાનાં બદલે આડેધડ ખાડા બુરીને ચાલ્યા ગયા છે. જેથી કરીને કોન્ટ્રાક્ટ દ્વારા વહેલી તકે તૂટી ગયેલી પાણીની પાઈપ લાઈન રિપેરીંગ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.