Get The App

પોલીસે પીછો કરતાં ચાલકે દારૂ ભરેલી કાર ભગાવી, ટ્રક સાથે અથડાવી કાર મુકી ફરાર

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
પોલીસે પીછો કરતાં ચાલકે દારૂ ભરેલી કાર ભગાવી, ટ્રક સાથે અથડાવી કાર મુકી ફરાર 1 - image


ભાવનગર-અમદાવાદ હાઈવે પર પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો  

બાતમીના આધારે વેળાવદર ભાલ પોલીસે વૉચ ગોઠવી હતીઃદારૂના 2160 ચપટાં અને કાર મળી રૂા.13.24 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર: ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરતાં ચાલકે પોલીસથી બચવા પૂર ઝડપે કારચલાવતાં ટ્રક સાથે અથડાવી હતી. જો કે, માઢિયા નજીક દારૂ ભરેલી કાર મુકી ચાલક નાસી  છૂટયો હતો. વેળાવદર ભાલ પોલીસે રૂા.૧૩.૨૪ લાખના દારૂ- કારના મુદ્દામાલને ઝડપી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

બનાવની વિગત એવી છે કે, ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર વેળાવદર ભાલ પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો  તે દરમિયાન બાતમી મળી હતી કે ,અમદાવાદ તરફથી ઈનોવા કાર નંબર જીજે.૦૫.જેઆર.૭૫૮૫માં વિદેશી દારૂ ભરી ભાવનગર તરફ આવી રહી છે.જે બાતમીના આધારે વેળાવદર ભાલ પોલીસ વોચમાં હતી. ત્યારે ઉક્ત નંબરની ઈનોવા કાર ભડભીડ ટોલ નાકુ પસાર કરતાં પોલીસની ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો જો કે, સમાપક્ષે પોલીસ પીછો કરી હોવાની જાણ થતાં જ કારચાલકે પૂરઝડપે કાર ચલાવી ભાગ્યો હતો. પૂરઝડપે કાર ભાવનગર પહોંચે તેપૂર્વે જ ગણેશગઢ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કાર અને ટ્રક બન્નેને નુકશાન પહોંચ્યું હતું. જો કે, તેમ છતાં કારચાલકે કાર હંકારી મુકી હતી. અને માઢિયા ગામ ઓવરબ્રિજની નીચે ડાબી બાજુ સવસ રોડ પર કાર ચાલક મૂકી નાસી છૂટયો હતો.જયારે, કારનો પીછો કરતી વેળાવદર ભાલ પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તે અકસ્માત થયેલી હાલતમાં જોવા મળી હતી.

અકસ્માતગ્રસ્ત કારમાંથી પોલીસને રૂા.૩.૨૪ લાખની કિંમતના વિદેશી દારૂના ૨૧૬૦ ચપટા મળી આવ્યા હતા. પોલીસે કાર તથા દારૂ મળી કુલ રૂા.૧૩.૨૪ લાખનો મુદામાલ કબ્જે કરી અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ફરાર ચાલકને શોધવાક્ક્રો ગતિમાન કર્યા છે.

Tags :