For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાગેશ્વર બાબા દેશમાં જ્યાં ભ્રમણ કરશે ત્યાં સાળંગપુરની હનુમાનજીની ગદા તેમની સાથે સાથે ફરશે

સુરત બાદ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં તેમનો દરબાર યોજાશે

મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું: ધીરેન્દ્ર શાસ્ત્રી

Updated: May 26th, 2023

Article Content Image

સુરતઃ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. ત્યારે આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગશે. બાબાનાં દર્શન કરવા માટે મુંબઈથી લોકો આવ્યા છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે.

શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની ગદા
ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરતમાં દિવ્ય દરબાર યોજશે. ત્યાર બાદ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં તેમનો દરબાર યોજાશે. અહીં ખાસ વાત એ છે કે, બાબા બાગેશ્વર માટે સાળંગપુરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. હવે બાબા ભારત દેશમાં જ્યાં પણ જશે ત્યાં આ ગદા તેમની સાથે સાથે ફરશે. બાબા હનુમાનજી મહારાજના ભક્ત છે અને એવું કહેવાય છે કે શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની ગદા છે. 

સનાતન વિરોધી તાકતો પણ કામે લાગી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે, હવે હું કેટલાક દિવસો ગુજરાતમાં વીતાવીશ. સુરત અને તાપી જિલ્લામાં થતા ધર્મના મુદ્દાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું. આથી ષડયંત્રો થઈ રહ્યા છે. સનાતન વિરોધી તાકતો પણ કામે લાગી છે એટલા માટે સુરક્ષા આપવામાં આવી રહી છી. સરકારને આઈબીનો રિપોર્ટ મળતો હશે તેના આધારે આ સુરક્ષા આપવામાં આવી રહી છે.

Gujarat