સમામાં આવેલા ગુમનામ' બગીચાનું નામકરણ ક્યારે? : શાસક પક્ષમાં જૂથબંધીના કારણે વિધિ અટક્યાના આક્ષેપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં આવેલ સમા વિસ્તારની મામલતદાર કચેરી સામે આવેલ બગીચાનું બે વર્ષ અગાઉ લોકાર્પણ થયું હોવા છતાં આ ગુમનામ બગીચાનું હજી સુધી નામકરણ કરવામાં તંત્રનો આંતરિક જૂથવાદ કારણરૂપ માની શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે સમા વિસ્તારના તળાવ નજીક સ્થાનિક મામલતદાર કચેરી આવેલી છે આ કચેરીની સામે બે વર્ષ અગાઉ બનેલા બગીચાનું લોકાર્પણ થઈ ગયું છે. બગીચામાં બાળકોને રમવાના સાધનો, વડીલો માટે આરામની સગવડ તથા વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. સ્થાનિક રહીશો આ બગીચામાં ખૂબ ઉમંગભેર આવતા હોય છે. આમ છતાં છેલ્લા બે વર્ષથી આ બગીચાનું નામકરણ કરવામાં તંત્રની આંતરિક જૂથ બંધી હોવાનું કહેવાય છે. ગુમનામ બગીચા અંગે રાજકારણીઓમાં ઊંચા તુષી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. બીજી બાજુ વિરોધ પક્ષ દ્વારા પણ શાસક પક્ષને ગુમનામ બગીચાના નામકરણ બાબતે આડેહાથ લીધો હતો. આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ-ભથ્થુએ જણાવ્યું હતું કે, ગુમનામ બગીચાનું નામકરણ નહીં કરવા પાછળનો તંત્રની આંતરિક જૂથબંધીના આક્ષેપો થયા છે. જ્યારે આ બાબતે મેયર પિન્કીબેન સોનીને પૂછતા તેમણે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો જ્યારે ડે.મેયર, સ્થાયી અધ્યક્ષને ગુમનામ બગીચાના નામકરણ બાબતે પૂછતા હાથ ઊંચા કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યાના આક્ષેપો પણ થયા છે. હવે જોવાનું એ રહે છે કે પાલિકા તંત્રના શાસક પક્ષ દ્વારા આ ગુમનામ બગીચાનું હવે ક્યારેય નામકરણ કરે એ જોવાનું રહ્યું.









