Get The App

સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે 1 - image

ગટરો ચોકઅપ થઈ જવાના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણનો સામનો કરતા વાહનચાલકો

ગાંધીનગર : ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરલાઇનો સમારકામના અભાવે બિસ્માર હાલતમાં મુકાઇ ગઇ છે. જેના પગલે અવાર-નવાર ગટર ચોકઅપ થઇ જવાના કારણે દુર્ગંધયુક્ત પાણી વહેતું હોય છે.જેથી સ્થાનિક રહીશો તેમજ નગરજનોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ક્યારે નગરજનોને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

શહેરના સેક્ટર-૫માં માર્ગ નંબર ૨ પાસે ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા દિવસથી ઉભરાઈ રહ્યા છે.તો બીજી તરફ આસપાસમાં આવેલી ખુલ્લી જગ્યામાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે.છેલ્લા ઘણા સમયથી ગટરો ચોકઅપ થઇ ગઇ છે.સતત દુર્ગંધયુક્ત પાણી વહેતું હોવાના કારણે વાહનચાલકોને અવરજવર કરવું  મુશ્કેેલ બન્યું છે. તો આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહનચાલકો અવરજવર કરતા હોય છે.તેમને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. આ અંગે તંત્ર સમક્ષ અવારનવાર સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવા છતાં કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી અને આ વિસ્તારમાં મુખ્ય માર્ગ તેમજ અન્ય વિસ્તારમાં આવેલી ગટરો વારંવાર ઉભરાય છે. અવરજવર કરતા રહીશોને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. જેના પગલે આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે.ત્યારે ગટરો બેક મારી ગંદુ પાણી આવતા દુગધ મારે છે અને વાતાવરણ દુષિત થાય છે. આથી પાણીજન્ય રોગચાળાનો ભોગ બને તે પહેલાં વારંવાર ઉભરાતી ગટરોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાના કારણે દુર્ગંધયુક્ત પાણી વચ્ચે અવરજવર કરતા લોકોની હાલત કફોડી બની જવા પામી છે.