પોલીસે આરોપીની પત્નીને પૂછતા તેણે કહ્યું અમારી પાસે દાગીના જ નથી : અરજી નામંજૂર

વડોદરા : છાણી જકાતનાકા પાસે ચિસ્તીયાનગરમાં યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ તેના બાળકની સ્કુલ ફી ભરવા માટે દાગીના ગીરવે મુકી લોન લેવાની હોઇ ૧૪ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. જામીન અરજીની સુનાવણી પહેલા પોલીસે આરોપીની પત્નીનું નિવેદન લેતા તેણે જણાવ્યું હતું કે, તેમની પાસે સોના-ચાંદીના કોઇ દાગીના નથી. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ચિસ્તીયાનગરમાં રહેતા ફરિયાદી અરબાઝ પઠાણની
સાથે આરોપી નૂરહસન પઠાણનો ભાઇ કામધંધો કરવા માટે જતો હતો જે બાબત આરોપીને પસંદ ન
હતી. તા.૧૬ ઓગસ્ટના રોજ આરોપીએ ફરિયાદીને તુ કેમ મારા ભાઇને તારી સાથે કામ કરવા
માટે સાથે લઇ જાય છે ? તેમ જણાવી ઝઘડો કર્યો હતો. આ સમયે
લોકો ભેગા થઇ ગયા હતા અને આરોપીએ ફરિયાદી પર ચપ્પાથી હુમલાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીએ ચપ્પાથી હુમલો કરતા હજરતઅલી નામનો યુવક વચ્ચે સમજાવવા
માટે આવતા આરોપીએ તેના પર જ છરીથી હુમલો કરી છાતીમાં છરી મારતા હજરતઅલીનું મોત
થયું હતું. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે ૧૪ દિવસના વચગાળાના
જામીન માગ્યા હતા અને રજૂઆત કરી હતી કે, બાળકની સ્કુલ ફી ભરવાની છે તેમજ પરિવારના
ભરણ-પોષણ માટે નાણાંની વ્યવસ્થા કરવાની છે. ે સોના-ચાંદીના દાગીને ગીરવે મુકી લોન
લઇ નાણાંની વ્યવસ્થા કરવા ૧૪ દિવસના જામીન આપવામાં આવે.








