પોલીસ સ્ટેશન દીઠ ગામના અગ્રણીઓનું વોટ્સએપ ગુ્રપ બનાવાશે
ગ્રામજનોને હેલમેટ, સીટ બેલ્ટ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ અંગે માહિતગાર કરાશે
ટ્રાફિક જામના નિવારણ માટે પોલીસને સૂચના
વડોદરા,ગામડામાં થતા ગુનાઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસ કમિશનર દ્વારા આજે ૨૦ ગામના સરપંચો સાથે મિટિંગ કરવામાં આવી હતી.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામ્ય લેવલના ૧૦૦ સભ્યો હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા સાયબર પ્રોટેક્શન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ દરેક પોલીસ સ્ટેશન લેવલ પર એક વોટ્સએપ ગુ્રપ બનાવી સરપંચ સાથે પોલીસને સતત સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. ગામડામાં રહેતા પરપ્રાંતિયોના રજિસ્ટ્રેશન, હાઇવે પર થતા અડચણરૃપ દબાણો દૂર કરવા તથા હાઇવે પર સમારકામના કારણે થતા ટ્રાફિક જામના નિવારણ માટે ડી.સી.પી., એ.સી.પી. તથા પી.આઇ.ને સ્થળ વિઝિટ કરી યોગ્ય પ્લાન બનાવી એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત હેલમેટ, સીટ બેલ્ટ અને રોંગ સાઇડ વાહન ચલાવવા બાબતે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માટે ગામના અગ્રણીઓને કહેવામાં આવ્યું હતું.