Free Trade Agreement: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) ગુજરાતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થવા જઈ રહ્યા છે. આ કરારથી ગુજરાતના મુખ્ય ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટું પ્લેટફોર્મ મળશે અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે. કારણ કે યુરોપિયન યુનિયનના 27 દેશોમાં ભારતની 9425 જેટલી વસ્તુઓ પર ટેરિફ ન માત્રની બરોબર થઈ જશે. ભારતની 99 ટકા નિકાસ હવે કોઈપણ જાતના ટેક્સ વગર યુરોપમાં પ્રવેશી શકશે. જેનો સીધો લાભ ગુજરાત સહિત દેશના નાના મોટા ઉદ્યોગકારો, વેપારીઓને થશે.
ટેક્સટાઇટલમાં ગુજરાતનો દબદબો
માત્ર વસ્તુઓ સસ્તી થશે જ નહીં, પરંતુ ભારતીય કાપડ, ચામડા અને હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે એક વિશાળ યુરોપિયન બજાર પણ ખુલશે. ભારતીય કપડાં પરનો ટૅરિફ નાબૂદ થવાથી ભારત બાંગ્લાદેશ અને વિયેતનામને પાછળ છોડીને ટેક્સટાઇટલમાં નંબર વન નિકાસકાર બની શકે છે. ભારતની જેનેરિક દવાઓ માટે 27 યુરોપિયન દેશોના બજારો ખૂલશે.
ગુજરાતના કયા સેક્ટર્સને થશે સીધો ફાયદો?
ટેક્સટાઈલ્સ અને એપેરલ
કાપડ ઉદ્યોગમાં નિકાસની નવી ક્ષિતિજો ખુલે તેવી શક્યતા
કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ
રસાયણો અને દવાઓના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવશે.
એન્જિનિયરિંગ ગુડ્સ અને ઈલેક્ટ્રોનિક્સ
આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ માટે યુરોપિયન માર્કેટ સરળ બનશે.
જેમ્સ અને જ્વેલરી
હીરા-ઝવેરાત ઉદ્યોગને નવો વેગ મળશે.
મરીન પ્રોડક્ટ્સ અને ખનિજો
દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિ થવાથી માછીમારી ઉદ્યોગને લાભ થશે, ખનિજો ક્ષેત્રે પણ મોટી તકો ઊભી થશે.
જિલ્લાવાર અપેક્ષિત લાભો
સુરત
ટેક્સટાઈલ ક્ષેત્રની નિકાસમાં ધરખમ વધારો થશે અને હીરા-ઝવેરાતના વેપારમાં વૃદ્ધિ જોવા મળશે.
ભરૂચ-વડોદરા
આ પટ્ટામાં કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગનો વ્યાપક વિકાસ થશે.
રાજકોટ
એન્જિનિયરિંગ ગુડ્સ અને ઈલેક્ટ્રોનિક્સની નિકાસ માટે નવા બજારો ઉપલબ્ધ થશે.
વેરાવળ
દરિયાઈ ઉત્પાદનો (સી-ફૂડ) ની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
યુરોપના કુલ 27 દેશમાં ટેક્સ વગર જશે વસ્તુઓ
યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે, ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે, જેની સામે યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે, નિકાસ અને રોકાણના કારણે ભારતમાં રોજગારીની વધુ તકો ઊભી થશે, સપ્લાય ચેઇનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે.


