બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે
ઉધના - મઉ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 12 ફેરા રહેશે
ઉધના - છપરા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 20 ફેરા રહેશે
પશ્ચિમ રેલ્વેએ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી, ઉધના - મઉ અને ઉધના- છપરા વચ્ચે ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી બાંદ્રા ટર્મિનસથી દર રવિવારે સવારે 10:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 4:30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ દર શનિવારે સવારે 11:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 27 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી ,વાપી, સુરત, ભરૂચ, વડોદરા ,સાબરમતી, મહેસાણા ,પાલનપુર ,લુણી સહિતના સ્ટેશનો ખાતે બંને દિશામાં રોકાશે. તેમજ ઉધના - મઉ સ્પેશિયલ દર રવિવારે ઉધનાથી બપોરે 3 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 11:30 કલાકે મઉ પહોંચશે. આ ટ્રેન 28 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે મઉ - ઉધના સ્પેશિયલ દર શનિવારે મઉથી સવારે 5:30 કલાકે ઉપડશે. અને બીજા બપોરે 12:00 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બર થી 1 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો તેમજ વડોદરા, રતલામ ,નાગદા ,ગંગાપુર સીટી, બાદશાહ નગર ,ગોરખપુર સહિતના સ્ટેશનો ઉપર બંને તરફ રોકાણ કરશે. જ્યારે ઉધના - છપરા સ્પેશિયલ દર રવિવારે ઉધનાથી સવારે 10:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:00 કલાકે છપરા પહોંચશે. આ ટ્રેન 28 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે છપરા - ઉધના સ્પેશિયલ દર શુક્રવારે છપરાથી સાંજે 4:45 કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે રવિવારે સાંજે 7 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 26 સપ્ટેમ્બરથી 28 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો સુરત, ભરૂચ ,વડોદરા ,ગોધરા, ઉજ્જૈન, મણિકપુર, બલિયા સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે. બાંદ્રા ટર્મિનસ- ભગત કી કોઠી માટે બુકિંગ 6 સપ્ટેમ્બરથી તથા ઉધના - મઉ સ્પેશિયલ અને ઉધના -છપરા માટે બુકિંગ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે.