Gujarat

પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ અને ભાવનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

By GS TEAM
24 Aug 20251 min read
પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ અને ભાવનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે



પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખી મુંબઈ સેન્ટ્રલ અને ભાવનગર  વચ્ચે મુંબઈ સેન્ટ્રલ - ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યાનુસાર, ટ્રેન નં. 09087 મુંબઈ સેન્ટ્રલ - ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ તા.27 ઓગષ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી બપોરે 12 વાગ્યે ઉપડશે. અને બીજા દિવસે સવારે 5:45 વાગ્યે ભાવનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09088 ભાવનગર ટર્મિનસ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 28 ઓગષ્ટના રોજ ભાવનગરથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ , અમદાવાદ, વિરમગામ સહિતના સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.